BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
અમદાવાદ પ્લેન ક્રૅશ : વિમાન તૂટી પડવાનું સાચું કારણ કદી બહાર આવશે?
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રૅશની તપાસનાં આખરી તારણો હજુ પ્રકાશિત થયાં નથી. જોકે, આગામી દિવસોમાં ચિત્ર વધુ સ્પષ્ટ બની શકે છે. પણ તેની તપાસને લઈને અત્યાર સુધીમાં મોટો વિવાદ છેડાઈ ચૂક્યો છે, જેના લીધે આટલા મોટા હવાઈ અકસ્માતમાં તપાસની પ્રક્રિયા જે રીતે ચાલી રહી છે, તેની સામે ઘણા સવાલો ઊઠ્યા છે.
અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન કોની અને કઈ ભૂલને લીધે તૂટી પડ્યું હતું તે જાણવા હજુ રાહ જોવી પડશે, એએઆઈબીએ હવે શું કહ્યું?
ઍર ઇન્ડિયા ક્રૅશમાં 250 લોકોનાં મોતનાં કારણોની તપાસ કરી રહેલા તપાસકર્તાઓનું કહેવું છે કે તેઓ હાલ ફાઇનલ રિપોર્ટ જાહેર કરે તે માટે તૈયાર નથી. ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી)એ શુક્રવારે દુર્ઘટનાને એક વર્ષ થયું ત્યારે એક અપડેટ બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટના સંબંધિત પુરાવાઓના વિશ્લેષણમાં કેટલીક "નોંધપાત્ર પ્રગતિ" થઈ છે પરંતુ તપાસ પ્રક્રિયા હજુ ચાલુ છે.
આણંદ : 'દોઢ લાખનો વાયદો કરી છેલ્લે છ હજાર આપ્યા,' રશિયા લઈ જઈને 'ગોંધી રખાયેલા' ગુજરાતીઓની ફરિયાદ
ગુજરાતમાં લગભગ 20થી વધુ લોકો સાથે કથિતપણે વિદેશમાં ઊંચા પગારની નોકરની લાલચ આપીને રશિયા લઈ જઈ 'વાયદા મુજબ પગાર' ન આપવા સહિતનું 'શોષણ' અને કથિત 'છેતરપિંડી'નો મામલો સામે આવ્યો છે.
ફિફા વર્લ્ડકપ 2026 : મેદાનો પર ઘાસ ઉગાડવા માટે 47 કરોડ રૂપિયા શા માટે ખર્ચાયા, આ ઘાસમાં શું છે ખાસ?
2026ના ફિફા વર્લ્ડકપ ફૂટબૉલ ટુર્નામેન્ટ 11 જૂનથી શરૂ થઈ ગઈ છે. પહેલી વખત છે કે ફિફા વર્લ્ડકપ ફૂટબૉલનું આયોજન ત્રણ દેશ મળીને થઈ રહ્યું છે. 11 જૂનથી 19 જુલાઈ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટની યજમાની અમેરિકા, મૅક્સિકો અને કૅનેડા મળીને કરવામાં આવી છે. ત્યારે જ્યાં આ ટુર્નામેન્ટની મૅચો રમાવાની છે તે મેદાનોનું ઘાસ કેમ ખાસ મહત્ત્વ ધરાવે છે?
વીડિયો, ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે ચોમાસાનો વરસાદ, મુંબઈ પહોંચતા પણ થઈ શકે વધુ મોડું, અવધિ 5,32
કઈ તારીખની આસપાસ રાજ્યમાં ચોમાસાનો વરસાદ પહોંચશે અને ક્યારથી શરૂ થશે ચોમાસું એ જાણો આ વીડિયોમાં.
આસામના જોરહાટમાં વાયુસેનાનું કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
વીડિયો, ન્યૂ જલપાઇગુડીથી દાર્જિલિંગ જતી ટૉય ટ્રેનનાં ‘મહિલા ટિકિટ કલેક્ટર’ની કહાણી, અવધિ 4,19
ફિલ્મો હોય કે વાઇરલ વીડિયો, મોટા ભાગે ટીસી તરીકે આપણને પુરુષો જ દેખાતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનું સર્ટિફિકેટ મેળવી ચૂકેલી 150 વર્ષ જૂની દાર્જિલિંગ હિમાલયન રેલવે દ્વારા પ્રથમ વખત મહિલા ટિકિટ તપાસકર્તાની નિયુક્તિ કરાઈ છે.
'વીર્ય અને શુક્રાણુનો ધમધમતો ધંધો', માતા બનવા ઇચ્છુક મહિલાઓનું કેવું શોષણ થાય છે?
માતા બનવા માટે ઉત્સુક મહિલાઓનું જાતીય શોષણ થઈ રહ્યું છે અને તેમને વીર્યનાં સસ્તાં, ગેરકાયદે નમૂના ઓફર કરવામાં આવી રહ્યાં છે.
12 વર્ષની બાળકી બનીને 14 મહિના સુધી લોકોને છેતરનાર 37 વર્ષની મહિલાની કહાણી
પોલીસે ત્રણ જૂને જણાવ્યું કે તેમણે એ મહિલાની ધરપકડ કરી છે. કોર્ટના દસ્તાવેજોમાં તેની ઓળખ અમાંડા મારિયા સૂઝા ડી ઓલિવેરા તરીકે થઈ છે. તેમના પર છેતરપિંડી અને ખોટી ઓળખના ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભારત/વિદેશ
હિંદ મહાસાગરમાં વ્હેલનું 50 લાખ વર્ષ જુનું કબ્રસ્તાન કઈ રીતે મળી આવ્યું?
દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં લગભગ 1,200 કિમી (745 માઇલ) લાંબું એક વિશાળ કબ્રસ્તાન મળી આવ્યું છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ વીત્યું, ન્યાય માટેની આશા અને સવાલો
12 જૂન, 2025ના રોજ લંડન જતું એક બૉઇંગ 787 ડ્રીમલાઇનર પશ્ચિમ ભારતના અમદાવાદમાંથી ઉડાન ભર્યા પછી સેકન્ડોમાં જ ક્રૅશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત ઓછામાં ઓછા 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અમદાવાદ પ્લેન ક્રૅશ : 'એમને એમ છે કે એ બચી ગયો હશે અને ક્યાંકથી પાછો આવશે'
અમદાવાદ પ્લેન ક્રૅશમાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને એક વર્ષ થયું છે અને હજી સુધી તેનો ભોગ બનનારા પરિવારોના માનસમાં તેની યાદો તાજી છે. વડોદરાનો મહેશ્વરી પરિવાર આવો જ એક પરિવાર છે, જેઓ તેમના 25 વર્ષના દીકરા ભાવિક મહેશ્વરીને એક ક્ષણ માટે પણ ભૂલી નથી શક્યો.
આંતરજ્ઞાતીય પ્રેમ, એક ફોન અને દલિત યુવકની હત્યા, આખો મામલો શું છે?
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં 17 વર્ષના દલિત યુવકના મોતનો મામલો ચર્ચામાં છે. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે સોમવારે યુવક અને તેના મિત્રને એક પરિવારના સભ્યોએ ઘરમાં બંધક બનાવીને માર માર્યો હતો, જેના પછી યુવકનું મોત થયું હતું.
રમણીય પર્વતો, સાગરતટો અને કુદરતી સૌંદર્ય : દુનિયાના પાંચ દેશો, જે સૌથી સુરક્ષિત છે
દુનિયામાં બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈ પણ સમયગાળા કરતાં અત્યારે સૌથી વધુ સક્રિય સંઘર્ષો ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં આઇસલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને અન્ય દેશોના રહેવાસીઓ તેમના દેશોને શાંતિપૂર્ણ બનાવનારી કેટલીક ખાસિયતો વિશે વાત કરે છે.
અમદાવાદ પ્લેન ક્રૅશ : 9 તસવીરોમાં જુઓ જ્યાં વિમાન તૂટી પડ્યું હતું ત્યાં હવે શું સ્થિતિ છે?
અમદાવાદ વિમાન અક્સમાતને લગભગ એક વર્ષ થઈ ચૂક્યું છે ત્યારે જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં વિદ્યાર્થીઓ માટેના હૉસ્ટેલ સંકુલ અને ઇમારતોની હાલ કેવી સ્થિતિ છે?
રાતે 2-3 વાગ્યે ઊંઘ ઊડી જાય છે અને તમે ફરી ઊંઘી શકતા નથી? ડૉક્ટરે જણાવ્યું આ કારણ
તમને રાતે રોજની જેમ ઊંઘ આવી જાય છે, પણ અચાનક બે કે ત્રણ વાગ્યે જાગી જાઓ છો? તેનાથી પણ વધારે ચિંતાજનક વાત એ છે કે એકવાર ઊંઘ ઉડી જાય પછી તમે યોગ્ય રીતે નિંદર ન થતી હોવાનું અનુભવો છો?
ઓમાનની નજીક અમેરિકન મિસાઇલ હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનાં મૃત્યુ
બુધવારે 10મી જૂને ઓમાનના દરિયાકાંઠે અમેરિકાની નેવીએ ઑઇલ ટૅન્કર સેટેબેલો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ ભારતીય ખલાસીઓનાં મોત થઈ ગયાં છે.
'ખંડણી આપો અથવા કિડની' : યુકે ગેરકાયદે જવા નીકળેલા 300 લોકોનું અપહરણ કરીને ત્રાસ ગુજાર્યો
બીબીસીને જાણવા મળ્યું છે કે ગયા ઉનાળામાં 300થી વધુ યુકે સ્થળાંતર કરનારા લોકોનું અપહરણ કરાયું હતું, તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને બળજબરીથી અંગ કાઢી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































